The doctor always says that milk and milk products should always be consumed. Because it is considered an excellent source of calcium and protein. First of all, about the benefits of yogurt and then what should not be consumed by mistake with yogurt. There should be a report about this. It is also said that carrots, radishes, and yogurt not at night. Do not eat with yogurt and mango In the summer we are also eagerly awaiting Carrie. As soon as you see mango or mango juice, your mouth gets watery. Sometimes we feel like drinking mango lassi in the heat and we can take it. But it is harmful to health. The effect of mango and yogurt is the opposite. So if these two are eaten together, the skin-related disease can occur. Not only that, the body gets poisoned. Which affects our digestion. Do not eat milk with yogurt Thus, yogurt is made from milk. Eating these two together is forbidden in Ayurveda. Eating milk and yogurt together can cause stomach problems like diarrhea, abdomi...
આ શિક્ષકે કોરોનાને પાઠ ભણાવ્યો! બિલખાના કોવીડ સેન્ટરમાં દર્દીઓની સેવા કરવાનું શિક્ષકે બીડું તો ઉપાડી લીધું પછી થયું કંઈક આવું
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
બિલખા (પ્રતિનિધિ) ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની બીજી લહેર ગુજરાત માટે વધુ ધાતક સાબિત થઈ હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. બીજી લહેરમાં મૃત્યુદર પણ વધારે રહ્યો છે. સાથે સાથે ઓક્સિજન લેવલ ઘટી જવાની બનાવો આગની જેમ વધ્યા હતા. તેવા સમયે બિલખાના એક શિક્ષકે કોરોનાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. જી હા શાળામાં અભ્યાસ કરાવતા આ શિક્ષકે કોવીડ સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરવાનું બીડું ઉપાડ્યું. પછી થયું એવું કે, સમાજ અને આરોગ્ય તંત્ર સહિતના લોકો દંભ રહી ગયા. કોઈએ વિચાર્યું પણ ન હતું કે આ શિક્ષક સાથે આવું પણ થઈ શકે છે.
કહેવાય છે કે ‘શિક્ષક કભી સામાન્ય નથી હોતો’ શિક્ષક પાસે જ્ઞાનનો ભંડાર હોય છે. પણ શિક્ષક આરોગ્યક્ષેત્રમાં સેવા કરી શકે ? અને એ પણ કોવીડ સેન્ટરમાં ? અને શિક્ષક કોવીડ સેન્ટરમાં સેવા આપે તો તેનું શું પરિણામ આવે ? તે વિશે આજે અમે રજુ કરી રહ્યા છીએ વિશેષ અહેવાલ. વાત છે જુનાગઢ જિલ્લાના બિલાખા ગામના શિક્ષકની. કોરોનાની બીજી લહેરમાં જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા હતા. એક પછી એક મૃત્યુઆંક વધી રહ્યો હતો. અને લોકોમાં ભયનો માહોલ હતો તેવા સમયે બિલખાના આ શિક્ષક આરીફસર ચૌહાણે પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા અને દેશ પ્રત્યેની ફરજ અદા કરવાનું નક્કી કર્યું.
બીજી લહેરમાં કોરોનાના પોઝીટીવ કેસ વધવાની સાથે મોતનો ભયાનક આંક સામે આવતા જુનાગઢના બિલખા ખાતે યુધ્ધના ધોરણે આરોગ્ય તંત્ર અને મુસ્લિમ સમાજ દ્વારા કોવીડ ઓઈસોલેશન સેન્ટર ઉભુ કરવામાં આવ્યું. અને આ કોવીડ આઈસોલેશન સેન્ટરના સંચાલનની જવાબદારી આરીફસર ચૌહાણને સોંપવામાં આવી. પોતે શિક્ષક હોવાથી પુરા આયોજન સાથે આરીફસરે એક યોદ્ધાની જેમ વ્યુરચના બનાવીને પોતાના કામગીરી શરુ કરી દીધી.
કોવીડ આઈસોલેશન સેન્ટરમાં પહેલો દિવસ, બીજી દિવસ, ત્રીજો દિવસ એમ કુલ 22 (બાવીસ) દિવસ સુધી આરીફસરે પોતાની સુજબુજથી કામગીરી કરી. આ કામગીરીમાં બિલખા આરોગ્ય તંત્રનો સિંહફાળો અને સતત દેખરેખ રહી છે. કોવીડ આઈસોલેશન સેન્ટરમાં કોરોનાગ્રસ્ત કે ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય તેવા દર્દીઓને એડમીટ કરવા, નામ નોંધણી, દર્દીઓને સમયસર દવા, જમવાનું, કોરોનાથી બચવાના ઉપાય, પોઝીટીવીટી, આ સેન્ટરમાં કામ કરતા અન્ય ટીમ મેમ્બરોને કામગીરી સોંપવી, તેનો ઉત્સાહ વધારવો, રજિસ્ટ્રર મેન્ટેન કરવું, જરુર પડે તો તાત્કાલિક ડોકટરોને બોલવવા, રિફર કપાવવાનાં મદદ કરવી, સાજા થઈને ઘરે જતા દર્દીઓને સાવચેતી અંગે સુચના આપવા સહિતના તમામ સંચાલનની જવાબદારી આરીફસર ચૌહાણે બખુબી નિભાવી લીધી. પણ આરીફસરે પણ નહોતું વિચાર્યુ કે તેમની સાથે આવું થશે. તેણે કરેલી સેવાનું આવું પરિણામ આવશે..
બિલખાના આરોગ્ય તંત્રની મદદથી મુસ્લિમ સમાજ દ્વારા શરુ કરાયેલ કોવીડ આઈસોલેશન સેન્ટર બિલખાવાસીઓ માટે દેવભૂમી સમાન સાબિત થયું. અહીં આવેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને સમયસર સારવાર મળી ગઈ. અનેક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા. ધીરે ધીરે બિલખામાં કોરોના કાબુમાં આવ્યો. પોઝીટીવ કેસમાં ઘટાડો થયો અને સૌએ કરેલી મહેનત ફળી. અને અંતે બધુ થાળે પડતા કોવીડ આઈસોલેશન સેન્ટરની પૂર્ણાહુતિ કરવામાં આવી પણ આપણા ભારત દેશની સદીઓ જુની પરંપરા છે, સારું કામ કરવારને બિરદાવો, સન્માન આપીને સન્માનીત કરો. બિલખાના મુસ્લિમ સમાજે પણ આવું જ કર્યું. સતત 22 દિવસ સુધી કોવીડ આઈસોલશન સેન્ટરનું સંચાલન અને કોવીડ દર્દીઓની સેવા કરનાર આરીફસરને સન્માનિત કર્યા. મુસ્લીમ એકતા મંચ બિલખા શહેર પ્રમુખ ચૌહાણ આરીફસર ચૌહાણનુ કોવિડ આઇસોલેસન સેન્ટરમાં સંચાલકની કામગીરી કરી સતત 22 દિવસ સેવા આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
આ અંગે આરીફસર ચૌહાણે લોક પત્રિકા સાથેની વાતચીતમાં જણાવેલ કે, દરેક કપરી સ્થિતિમાં દેશની સેવા કરવી જોઈએ. આપણા જવાનો બોર્ડર ઉપર રહીને આપણી રક્ષા કરે છે, આપણ અહીંથી દેશ સેવા કરવી જોઈએ. હુ પણ દેશ અને સમાજની સેવા કરવાના હેતુથી આ કામગીરીમાં જોડાયો હતો. દરેક લોકોનો સહયોગ સારો રહ્યો. મારુ સન્માન કરનાર અગ્રણીઓ અને મુસ્લિમ સમાજનો હુ આભાર માનું છું. બીલખા મુકામે મુસ્લિમ સમાજ તેમજ દાતાશ્રી દ્વારા કોવિડ આઇસોલેસન સેન્ટરની પુર્ણાહુતી કરવામા આવી હતી. તેમા બીલખા પી.એચ.સી.ના અધ્યક્ષ ડૉ.રામાણીસાહેબ, ડૉ કાનાણી સાહેબ તેમજ ડૉ વિમલ આડ્તિયાસાહેબ, અગ્રાવત સાહેબ અને હરીહર સાહેબે હાજરી આપી હતી. આ ઉપરાંત બિલખાના રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા બીલખા સરકારી હોસ્પિટલમાં દવા, ઇન્જિકશન તેમજ ઓક્સિજનની બોટલ ફ્લો મીટર કીટ સાથે ભેટ આપેલ છે.
Comments
Post a Comment